Writing Adda : વિશ્વ વન દિવસ
Showing posts with label વિશ્વ વન દિવસ. Show all posts
Showing posts with label વિશ્વ વન દિવસ. Show all posts

Saturday, March 20, 2021

વિશ્વ વન દિવસ (21 માર્ચ) વન છે તો જન છે |

                             વિશ્વ વન દિવસ


                    
 વિશ્વ વન દિવસ 21 March ના રોજ મનાવવામાં આવે છે. વિશ્વ વન દિવસ સૌપ્રથમ વાર વર્ષ 1971 માં મનાવવામાં આવ્યું હતું . બધા દેશ પોતાની માતૃભૂમિ અને વનસંપદાનું મહત્વ સમજે અને જંગલનું સંરક્ષણ કરે તે ઉદ્દેશ સાથે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા 1952માં " રાષ્ટ્રીય વન નીતિ " અનુસાર દેશના 33.3% ક્ષેત્ર પર જંગલ હોવા જોઈએ.  કહેવાય છેકે વૃક્ષો આપના સૌથી સારા મિત્રો છે . જીવસૃષ્ટિને ઑક્સીજન પૂરું પાડવાથી લઈ વરસાદ લાવવા સુધીનું કર્તવ્ય પૂરું પાડે છે. ગાઢ વનરાજી માં રહેલા વૃક્ષોના એકએક પાનથી લઈ તેના સૂકા પાન પણ માનવજાતિ માટે ઉપયોગી છે, અને એટલેજ કોઈ કવિએ સાચું કહ્યું છે કે," તરુનો બહુ આભાર જગત પર ફૂલો આપે ફળ આપે સિતળ છાંયા સૌને આપે "આપના જીવનના આરંભ થી અંત સુધી જોડાયેલા વનોને આપણે જાણે ભૂલી ગયા છીએ સીમેંટ અને કોન્ક્રીટ ની ઈમારતોની આંધળી દોડમાં વન સૃષ્ટિ માટે હવે માનવજાત દુશ્મન બની રહ્યું છે. તંદુરસ્ત પર્યાવરણ માટે ધરતી પર 33.3% જંગલો હોવા જરૂરી છે. તેની સામે ભારતમાં હવે 13% જંગલોજ રહ્યા છે. જો આપણે નહીં જાગીએ તો આવતીકાલ નું બાળક વનને ચિત્રમાં જોઈ સકશે.   

                 કોઈપણ દેશની સંપતિ કે નૈસર્ગિક સંપત્તિ તે દેશનો મૂળભૂત પાયો છે, જેના પર તે દેશની અર્થરચના અવલંબે છે. અવકાશ ખાતાની નેશનલ દૂર સંવેદન સંસ્થાના જણાવ્યા પ્રમાણે 10% થી વધુ વનવિસ્તાર એટલે કે, 1972-75 માં 551 લાખ 80 હજાર હેક્ટર ઘટીને 1981-82માં 460 લાખ 80 હજાર હેક્ટર થયો. દેશના સારા જંગલો સાફ થઈ ગયા છે. બેફામ વસ્તીવધારાના લીધે જંગલની જમીન 1987 સુધીમાં આપણે લગભગ 45 લાખ હેક્ટર કરતાં વધારે જમીનમાથી જંગલનો નાશ કર્યો છે. રાષ્ટ્રની સંપત્તિ માં જંગલો નોંધપાત્ર ફાળો આપે છે. 
           
              એકસમય હતો જ્યારે આપના દેશમાં મોટા પ્રમાણમાં જંગલો ફેલાયેલા હતા. હજારો વર્ષોથી આપના દેશમાં લોકો જંગલોનો ઉપયોગ કરતાં આવ્યા છે. હવે હે વનો કે જંગલો પર આદિવાસી પ્રજા હક્ક જમાવતી હતી તે વનો ખેતીના વિસ્તારને ટુકડાઓમાં વિભાજિત થઈ ગયા. તેઓ વન્યજીવોનો શિકાર કરતાં, કંદમૂળ ભેગા કરતાં હતા અને તેમનું આખું જીવન જંગલના સંસાધનો પરજ નિર્ભર હતું. મોટાભાગના જંગલોનો વિનાશ બ્રિટિશરોએ તેમના જહાજો બનાવવા માટે લાકડું મેળવવા માટે કર્યો. પરિણામે બ્રિટિશરો વનોની જાળવણી માટે વનવિજ્ઞાનનો વિકાસ કર્યો. પરંતુ સાથે સાથે તેમણે જંગલોની વહેચણી આરક્ષિત અને સુરક્ષિત શ્રેણીમાં કરી. સ્થાનિક લોકોનો તેમના પરનો હક્ક છીનવી લીધો જેના કારણે, તેમનામાં અસંતોષ પેદા થયો કારણકે આમ થવાથી વન સંસાધનો સુધીની તેમની પહોંચ ઘટી ગઈ. આ કારણના લીધે જ જંગલોનું સંરક્ષણ જોખમમાં મુકાયું અને સંપૂર્ણ દેશમાંથી ધીમે ધીમે જંગલો ખંડિત બનતા ગયા અથવા અલિપ્ત થતાં ગયા. 
            ભારત એક ગરમ દેશ છે. તે પૈકી લગભગ 7.5 લાખ ચોરસ km ભૂમીપ્રદેશ છે એટલે કે ભૂમીપ્રદેશ દેશના કુલ  ભૌગોલિક પ્રદેશનો લગભગ 22% જેટલો છે. ભારતમાં માથાદીઠ જંગલો 0.15 હેક્ટર કરતાં પણ ઓછા છે. જંગલોની વહેચણી એકસરખી નથી ભારતના અમુક રાજ્યો જેવા કે આસામ, મધ્યપ્રદેશ, ઉડિશા, મહારાષ્ટ્ર. અન્ડમાંન નિકોબાર, ત્રિપુરા અને મણીપૂરના ભૂમીપ્રદેશોમાં ગીચ જંગલો આવેલા છે અને તે મોટાભાગે દરવર્ષે પાનખર ઋતુમાં પાંદડા ખેરવી નાખનાર પ્રકારના છે. ભારતના ભુપ્રદેશો પર બધી જ જગ્યાએ વરસાદ એકસરખો પડતો નથી એટલે તેના વનસ્પતિનું પ્રતિરૂપમાં પણ ફેરફાર જોવા મળે છે. 

            ભારતનો વન વિસ્તાર 

 

વિસ્તાર ચો.કિ.મી

ભૌગોલિક વિસ્તાર(ટકાવારીમાં)

ગાઢ વન (40% ગીચતા)

4,16,809

12.68

પાંખા વન (10-40% ગીચતા)

2,58,729

7.87

કુલ (મેનગ્રોવ વન સાથે )

6,75,538

20.55

 


Photography

[Photography][recentbylabel2]

Anime

[Anime][recentbylabel2]
Notification
This is just an example, you can fill it later with your own note.
Done